OSRS - Chopda Poojan & Golden Jubilee celebration Registration Launching Program - 04.11.2021



સુજ્ઞ જ્ઞાતિજનો,

તારીખ 4-11-2021 ના ગુરુવારે દિવાળીના દિવસે ઓશવાળ સેન્ટર, જામનગર ખાતે લક્ષ્મી પૂજન નું આયોજન કરવામાં આવેલ જે સંઘ સંચાલિત જામનગર વહીવટી સમિતિ ના માનદ મંત્રી શ્રી વિમલ નેમચંદ સુમરીયા તથા તેમના ધર્મપત્ની દિપલબેન ના શુભવરદ હસ્તે સંપન્ન થયેલ.

ત્યારબાદ ગોલ્ડન જ્યુબિલી પ્રસંગ નિમિત્તે બહારગામથી આવતા મહેમાનો માટેની રજિસ્ટ્રેશન પ્રક્રિયા નું લોન્ચિંગ નું આયોજન કરવામાં આવેલ. આ તકે સંઘના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ શ્રી ભરત હંસરાજ દોઢીયા તથા શ્રી અમૃતલાલ લાલજી શાહ, ભૂતપૂર્વ ઉપપ્રમુખશ્રી ઝવેરચંદ પરબત શાહ, ભૂતપૂર્વ ખજાનચીશ્રી ચંદુલાલ રાયચંદ શાહ, સંઘના વર્તમાન ટ્રસ્ટી શ્રી શાંતિલાલ કેશવજી સાવલા, સંઘના ઉપપ્રમુખ તથા જામનગર વહીવટી સમિતિના સંયોજક શ્રી શિરીષ નેમચંદ સાવલા, કારોબારી સભ્યશ્રી અશોક લખમશી સાવલા તથા અમૃતલાલ વેલજી ચંદરિયા, હાલારી વિશા ઓશવાળ મહાજનના પ્રમુખ તથા વહીવટી સમિતિ ના સભ્ય શ્રી ઓતમચંદ રાયશી હરણિયા અને રજિસ્ટ્રેશન કમિટીના કન્વીનર શ્રી જીગ્નેશભાઈ છેડા, સંઘ સંચાલિત પેટા કમિટી ના કન્વીનરો, કમિટી મેમ્બરો તથા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ.

કાર્યક્રમની શરૂઆત માં સ્વાગત પ્રવચન શ્રી શિરીષ નેમચંદ સાવલા દ્વારા કરવામાં આવેલ. ત્યારબાદ રજીસ્ટ્રેશન પોર્ટલ નુ લોન્ચિંગ સંઘના ઉપસ્થિત ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓની ના હસ્તે કરવામાં આવેલ. રજીસ્ટ્રેશન સમિતિ તરફથી નિશી બેન શાહ દ્વારા પોર્ટલ અંગે માહિતી આપવામાં આવેલ. ત્યારબાદ ભૂતપૂર્વ પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ. ત્યારબાદ આઈટી મીડિયા કમિટી નું પ્રેઝન્ટેશન કમિટીના કન્વિનરશ્રી જય હેમંતભાઈ સાવલા તરફથી આપવામાં આવેલ. અંતે ઉપસ્થિત સંઘના ટ્રસ્ટીશ્રી, કારોબારી સભ્યો તથા પ્રતિનિધિ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામાં આવેલ.

આ તકે સંપૂર્ણ કાર્યક્રમ નું સંચાલન શ્રી વિમલભાઈ નેમચંદ સુમરીયા દ્વારા કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે વિમલ ભાઈ તરફથી સૌનો આભાર પ્રગટ કરી કાર્યક્રમ સમાપ્ત જાહેર કરેલ.

લક્ષ્મી પૂજન ના સંપૂર્ણ કાર્યક્રમ ને નીચે આપેલી લીંક ઉપર ક્લિક કરી નિહાળી શકાશે.

https://www.youtube.com/watch?v=rrkE_8WLcwg